લગ્ન એ બે વ્યક્તિનું મિલન તો છે જ પણ લગ્નની સાથો સાથ બે પરિવાર પણ વ્યવહારિક રીતે જોડાય છે અને આ સંબધો પેઢી ઓ સુધી નિભાવવા પડે છે. સાથે આપણા પરિવારમાં કુટુંબભાવના. વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે માટે આપના બાળકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે અને તેનું વેવિશાળ આપણા સમાજમાં જ થાય તે જરૂરી છે. આપના પટેલ સમાજનાં વેવિશાળ બાબતનો ઇતિહાસ જોઈએ તો એક સમયે વડીલો આ બાબતે નિર્ણયો લેતા હતા. જે સમગ્ર પરિવારને માન્ય હતું. ત્યાર પછી વડીલોના માધ્યમથી વર-કન્યા પોતે જીવનસાથીની પસંદગી કરતાં થયા. પરંતુ હાલના મોર્ડન યુગમાં પણ આપણા બાળકો આપણા સમાજમાંથી જ જીવનસાથીની પસંદગી કરી આપણી પરંપરા કાયમ રાખે અને જીવનસાથીની પસંદગીમાં તકલીફ ન પડે તે હેતુથી, સાવલિયા બિલ્ડર્સ https://www.savaliyabuilders.com/ અમદાવાદ ના મેનેજીંગ ડિરેક્ટર તેમજ સમાજ સેવક શ્રી સંજયભાઈ કાંતીભાઈ સાવલીયા ના આર્થિક યોગદાન થી લોન્ચ કરેલ પટેલ જીવનસાથી www.pateljeevansathi.org વેબસાઈટે આજે સમાજ માં એક શ્રેષ્ઠ આગવું પરિણામ આપ્યું છે. અત્યાર સુધી માં આશરે 200 થી વધારે પટેલ નવ દંપતીઓ પોતાના જીવન માં સફળતા પામી ચુક્યા છે.આ મોટ્રીમોનિઅલ વેબસાઈટ એક સમાજલક્ષી પ્રવુતિ માંથી એક છે જેમાં પટેલ સમાજ ના એજ્યુકેટેડ તેમજ વેલ સેટેડ છોકરા છોકરીયો રજીસ્ટ્રેશન કરી શકે છે અને જીવનસાથી ની પસંદગી કરી શકે છે. આ માધ્ય્મ માં એક માત્ર સ્વપ્ન દ્રષ્ટા તેમજ શ્રેય સંજયભાઈ સાવલીયા ને જાય છે.તેમના નેતૃત્વ તેમજ માર્ગદર્શન થી આજે ઘણી બધી સામાજિક તેમજ એજ્યુકેશન પ્રવુતિઓ થઈ રહી છે. આજના ડિજિટલ યુગ ને ધ્યાન માં રાખી ને પટેલ જીવનસાથી વેબસાઈટ ઘણા લોકો યોગ્ય જીવનસાથી શોધવામાં ખુબજ સારી રીતે મદદ કરી રહી છે.